|
યુધિષ્ઠિર. પૂછયું
: “વાસુદેવ
! જેઠના કૃષ્ણપક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે.
? એનું વર્ણન કરો.”
શ્રી કૃષ્ણ બોલ્યાઃ
“નૃપશ્રેષ્ઠ
! જેઠના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે. એ મોટા
મોટા પાતકોનો નાશ કરનારી છે. સંસાર સાગરમાં ડુબેલા પ્રાણીઓ
માટે આ સનાતન નૌકા સમાન છે.”
અલકાપુરીના રાજાધિરાજ કુબેર સદાય શિવની ભકિતમાં
તત્પર રહેનારા છે. એમનો હેમમાલી નામનો એક યક્ષ્ સેવક હતો
જે પૂજા માટે ફૂલ લાવતો હતો. હેમમાલીની પત્નીનું
વિશાલાક્ષી હતું. એ યક્ષ કામપાશમાં બંધાઇને સદાય પોતાની
પત્નીના આશકત રહેતો હતો. એક દિવસ હેમમાલી માનસરોવરથી ફૂલ
લાવીને પોતાના ઘરમાં રોકાઇ ગયો અને પત્નીના પ્રેમપાશમાં
ખોવાયેલ રહી જવાથી કુબેરના ભવનમાં ન જઇ શકયો. અહીં કુબેર
મંદિરમાં બેસીને શિવનું પૂજન કરી રહ્યાં હતા. એમણે બપોર
સુધી ફૂલ આવવાની રાહ જોઇ. જયારે પૂજાનો સમય વ્યતીત થઇ ગયો
તો યક્ષરાજે કુપિત થઇને સેવકોને કહ્યું
:
યક્ષો ! દુરાત્મા હેમમાલી કેમ આવ્યો નથી ?
”
યક્ષોએ કહ્યું
: “રાજન
! એ તો પત્નીની કામનામા આશકત થઇને રમણ કરી રહ્યો છે.”
વાત સાંભળીને કુબેર ક્રોધિત થઇ ગયા અને તરત જ હેમમાલીને
બોલાવ્યો. એ આવીને કુબેરની સામે ઊભો રહી ગયો. એને જોઇને
કુબેર બોલ્યા.
“ઓ
પાપી ! અરે દુષ્ટ ! ઓ દુરાચારી ! તે ભગવાનની અવહેલના કરી
છે. આથી કોઢથી યુકત અને પોતાની પ્રિયતમાંથી વિયુકત થઇને આ
સ્થાનથી ભષ્ટ થઇ બીજે ચાલ્યો જા.”
કુબેરના એમ કહેવાથી એ સ્થાનેથી એનું પતન થયું.
કોડથી આખુ શરીર પીડીત હતું. પરંતુ શિવપુજાના પ્રભાવથી એની
સ્મરણ શકિત લુપ્ત ન થઇ. ત્યાર પછી એ મેરુગિરીના શિખર પર
ગયો. ત્યા મુનિ માર્કન્ડેયજીના એને દર્શન થયાં. પાપકર્મી
યક્ષે મુનિના ચરણોમાં પ્રણામ કર્યા. મુનિ માર્કન્ડેયજીએ
એને ભયથી કાંપતો જોઇને પૂછયું.
“તને
કોઢના રોગે કેવી રીતે ઘેરી લીધો ?”
યક્ષ બોલ્યોઃ
“મુને
! હું કુબેરનો અનુચર હેમમાલી છું. હું દરરોજ માનસરોવરમાંથી
ફૂલ લાવીને શિવપૂજન સમયેં કુબેરને આપતો હતો. એક દિવસ
પત્ની સહસવાસના સુખમાં ફસાઇ જવાના કારણે મને સમયનું ભાન જ
જ રહ્યું આથી રાજા કુબેરે કુપિત થઇને મને શ્રાપ આપી દીધો.
આથી હું કોઢના આંક્રાંત થઇને મારી પત્નીથી વિખુટો પડી
ગયો. હે મુનિવર ! સંતોનું ચિત્ત સ્વભાવતઃ પરોપકારમાં
લાગેલું રહે છે. એ જાણીન. મુજ અપરાધીને કર્તવયનો ઉપદેશ
આપો.”
માર્કંડેયજીએ કહ્યું
:
“તે
ાસચી વાત કહી છે. આથી હું તને કલાયણપ્રદ વ્રતનો ઉપદેશ આપું
છું. તુ જેઠ માસની કૃષ્ણ પક્ષની
“યોગીની”
એકાદશીનું વ્રત કર. આ વ્રતના પૂણ્યથી તારો કોઢ દૂર થઇ જશે.”
ભગવાન શ્રી કૃષ્ણ કહે છેઃ
“રાજન
! માકંડેયજીના ઉપદેશથી એણે યોગિની એકાદશીનું વ્રત કર્યું.
એનાથી એના શરીરનો કોઢ દૂર થઇ ગયો. આવ્રતનું અનુષ્ઠાન
કરવાથી એ પૂર્ણ સુખી થઇ ગયો.”
“રાજન
! આ વ્રત એટલું શ્રેષ્ડ છે કે અઠયાસી હજાર બ્રાહ્મણોને
ભોજન કરવાથી જે ફળ મળે છે, એના સમાન ફળ યોગીની એકાદશીનું
વ્રત કરનાર મનુષ્યને મળે છે. આ મહાત્મ્યને વાંચવાથી અને
સાંભળવાથી મનુષ્ય બધાય પાપોમાંથી મુકત થઇ જાય છે.” |