શ્રી સ્‍વામિનારાયણાય:
શ્રીહરિ પદઅંકિત તીર્થધામ
, ખોપાળા

અનંત જીવના ઉધ્‍ધાર અર્થ અવની ઉપર અવતરેલા સર્વાવતારી ભગવાનશ્રી સ્‍વામિનારાયણ આ સોરઠની ધરતીમાં વિચરણ કરીને પાવન કરતા રહ્યા. અનેક ગામડાઓ શહેરો અને પ્રાંતોમાં ફરીને અનેક તીર્થો બનાવ્‍યા યત્ પદ્દે તીર્થ જાતં તેમા ગઢઠાથી લગભગ ચારેક ગાઉ દુર આવેલ ખોપાળા ગામના પણ ધન્‍ય ભાગ્‍ય કે ત્‍યા મહાપ્રભુ પધારી તેને પણ તીર્થરાજ ક્ષેત્ર બનાવ્‍યું જે કોઇ તિર્થાર્થી ત્‍યાં આવે તેને પાવન બનાવવાની આ ભુમીમાં ભગવાને વિચરણ કરેલ તેનાં અચુક પ્રસંગો જોઇએ.

શિયાળાનો સમય છે સૌ ભકતો ખેતીવાડીના શીયાળું પાક અને લગ્‍ન પ્રસંગોથી હજું પુરા પરવાર્યા પણ નથી એવા સમયમાં ભગવાન ભાવનગર બાજુના ગામડામાં વિચરણ કરી ગઢપુરની તરફ આવી રહ્યા  છે સાથે સેવક છે માણકી ઉપર અસવાર થઇ અડતાળાના માર્ગે આગળ વય્ધ્‍યા જેમ લોહ તરફ ચુંબક સહેજે આકર્ષાય તેમ આજ પરમાત્‍માં ખોપાળાના પ્રેમી ભકતોમાં શ્રેષ્‍ઠ એવા જેઠા માણીયા જેવા મહાન ભકતને લાડ લડાવવા તે તરફ આર્ષાયા. માણકી પણ પ્રુનાં ભાવને પામીને રૂમઝુમ કરતી પંથને કાપતી આગળ વધી રહી છે. પ્રભુ રસ્‍તાની બન્‍ને બાજુએ ખેડુના ઘઉં અને ચણા આદિક પાકથી લીલાછમ ખેતરો ઉપર અમીદ્રષ્‍ટી કરતા જાય છે. અને સેવકની સાથે પ્રેમી ભકતોના વખાણ કરતા જાય છે. એમ જોત જોતામાં તો માણકીએ પંથને કાપીને પરમાત્‍માને ખોપાળાનાં પાદરમાં પહોચાડી દિધા.

ગામના પાદરમાં સુંદર રળીયામણી કાંઠા બાંધેલ જુની પુરાતની વાવ છે. વાવની કાંઠે સુંદર અને ઘટાદાર આંબલીનું ઝાડ જાણે કે વર્ષોથી પ્રભુની વાટ જોઇને ઉભુ હતું તે ઝાડની નીચે માણકી આવી ઉચી રહી. પ્રભુએ હાથ લાંબો કરી આંબલીને તોડી તે પ્રસાદીની જમી વધેલ સેવકને આપી. એટલામાં તો ગામડાનાં માણસો એ વાયુવેગે વાત આખા પ્રસ ાવી દીધી સમાચાર મળતાજ જેઠા માણીયા ઘઉનો પાક પાડતા હતા તે લઇને તત્‍કાળ પાદર પહોચ્‍યા આવીને દંવત કર્યા હાથ જોડીને કુશળ સમાચાર પૂછયા. પછી પ્રાર્થાના કરી મહારાજ આ ગામમાં બીજા કોઇ સત્‍સંગી નથી.

એટલે સૌ મારી મશ્‍કરી કરે છે. અને મજાક ઉડાડે છે. તો કાંઇક આ ગામના જીવ ઉપર દયા કરો અને આજની રાત્રી અહી રોકાઇને કઇંક જીવના કલ્‍યાણ માટે કરો પ્રભુ.

ભકિત ભાવના જોઇને મહારાજ ખુબ રાજી થયા અને કહે ભકતરાજ આ વાવમાંથી #2752; લાવો. તુરંતજ જેઠા ભગત પાણી ચરીને લાવ્‍યા અને ગાળીને પ્રભુના હાથમાં લોટો આણ્‍યો પ્રભુએ પાણી પીયને વધેલુ પાણી વાવમાં નાખીને કહે જાવ અમારો વર છે આ ગામમાં સારો સત્‍સંગ થાશે અને તમારા જેવા અનેક ભકત થાશે. એમ કહી ભગવાને પાણી ભરીને માણકીને પાયુ અને પ્રાર્થના કરી કે હે મહારાજ ! અત્‍યારે રાત્રી થવા આવી છે. તો હવે આજની રાત અહીંજ રોકાઇને અમને સત્‍સં અને સીધાનુ સુખ આપો. આ ગરીબદાસ ઉપર દયા કરો.

પાતળીયાને તો પ્રેમ જ પ્‍યારો છે. એ ન્‍યાયે પ્રુએ હા પાઠી દિધી ભકતના આનંદનો કોઇ પાર ન રહ્યો. આખોય પરિવાર સાફ સફાઇ કરી ઘરની શોભા વધારી પ્રભુની પધરાણી ઘેર થઇ આખયો પરિવાર સેવામાં લાગી ગયો. ઘઉનો પાક લેવેલ તે જમ્‍યા અને પાકના ખુબ વખાણ કર્યા અને વધેલ પ્રસાદી ભગતને આપી.

બ્રહ્મચારીએ થાળ કર્યા ભાવથી અનેક પ્રકારના મિઠાઇ મેવા જમાડી પ્રભેન. પ્રસન્‍ન કર્યા સાંજે સૌ ગામના લોકો આવ્‍યા સુંદર કથાવાર્તા થઇ અનેક માણસો ને સત્‍સંગ પ્રતિતિ થઇ અને કંઠીબાંધી વર્તમાન ધાત્‍યા અને સત્‍સંગી થયા. રાત્રે સુંદર ઢોલીયે પ્રભુને પોઢાડયા અને પગચંપી કરી એમ સેવા કરી પ્રભુને પ્રસન્‍ન કર્યા સવારે વહેલા પ્રભુ ઉઠયા સુંદર દાતણ પાણી મુખમંજન અને સ્‍નાન કી પરવાર્યા અને સવારે નિકળતી વેળાખે પ્રભુએ કહ્યું મહારાજ અમને કંકઇ પ્રસાદી આપતાજાવ ત્‍યારે મહારાજે કહ્યું. પેલો પોક - દાતણ ચિરો અને ને પથ્‍થર ઉપર બેસીને સ્‍નાન કર્યું તે સર્વે અમારી પ્રસાદી જ છે. તેને યોગે કરીને તમારે ત્‍યાં સંતો ભકતો આવતા રહેશે. તે સાચવી રાખજો. જે આજે પણ સાચવેલ છે. ત્‍યાં સંતો ભકતો આવતા રહેશે. તે સાચવી રાખજો જે આજે પણ સાચવેલ છે. આમ પ્રભુ ભકતનાં ભાવ પુરાકરી ગઢપુર આવી ગયા.

વળી થોડા વર્ષ પછીની વાત છે. શ્રાવણના મહિનાના સમૈયા ઉત્‍સવ સર્વ. ગઢપુરમાં લીલુડા લીમડા નીચે વિશાળ સભા ભરીને સંત પતિ સહજાનંદ બિરાજમાન છે. સંતો ભકતોની ભીડ ભરાઇને બેઠી છે. જેમ ચકોર ચંદ્રને નિહાળો એમ સૌની વૃતિ મહારાજની માધુરી મૂર્તિમાં પરોવાયેલી છે. એ વખતે ખોપાળાનો સંઘ આવ્‍યો અને દર્શન કરી દંડવત કરી પ્રભુન. પ્રાર્થના કરી સભામાં બેડા સભાના અંતે જેડા માણીયાએ મહારજને વિનંતી કરી કે હે પ્રભુ એતરમાં સુંદર મજાનો બાજરાનો પાક અે ચિભડા એ બધુ ખુબજ આપની કૃપાથી પાકયું છે. તો આપ અને આપના સંતો ભકતો આવો તો એ સર્વે સાર્થક થાય બાકી તો બૈરા છોકરાના પેટમાં જાય તેનું શુ ફળ પણ આ બધા મકતાત્‍માઓ અને મુકતપતિ આપ પધારો તો અમારા ધન્‍ય ભાગ્‍ય અને એ પાકના પણ ધન્‍ય ભાગ્‍ય. બસ પ્રભુ એવી ઇચ્‍છા છે. જેમ વિદુરની ભાજી જમ્‍યા સુદામાનો તાંદુળ જમ્‍યા એમ આ ગરીબ ભગત ઉપર કૃપા કરી મારી અરજીને માન્‍ય રાખો.

પ્રેમી ભકત લાડ લડાવવા એજ એમનું પ્રયોજન છે. એવા ભગવાન શ્રીહરિએ ભકતને આવવાનું વચન આપ્‍યુ અને કહ્યું ભકતરાજ તમે જાવ અને સર્વે તૈયારી કરો અમો અને અમારા સર્વે સંતો ભકોતનો સમાજ લઇને આવતી કાલે જ આવીશું. અને જુવો તમારી વાડીએ આવીને પાક આદિક જમીને પાછા આવતા રહેશું.

વાત સમાંળતાજ ભકતનું હદય અતિશય ગદગદીત થઇ ગયું અને હર્ષનાં આસું આવી ગયા સર્વે ભકતના સંઘ સહિત ખોપાળા આવીને બધી તૈયારી કરવા સૌ લાગી ગયાં સૌના હૈયામાં હરખ માતો નથી સૌને હૈયે હામ છે. આજ અમારા ગામમાં ભગવાન પધારશે વહેલી સવાર થી સૌ સામૈયાની તૈયારીમાં લાગ્‍યા છે. અતિ દબદબા પૂર્વક ભગવાનને પધરાવવા છે. ઢોળ નગારા શહેણાઇ વગેરે વાજીંત્ર તૈયાર કર્યા ત્‍યાં તો સમાચાર આવ્‍યા પ્રભુ પધારી રહ્યા છે. અને નજીકમાં આવી ગયા છે. સૌ સામૈયુ લઇને ગયા દંડવત કર્યા અને વાજતે ગાજતે પ્રભુને પુરમાં પધરાવયા અને સુંદર દિવ્‍ય સભા થઇ કથાવાર્તાએ ભકોતને સુખ આપ્‍યા સભા પુરી થઇ પીસ પ્રભુએ સામે ચાલીને બાજરાનો પાક-ચિભડા આદીકને માગી લીધો.  અને કહે આપણે સૌ ખેતર જલને તેનો ઉત્‍સવ કરીશું અમે સૌ ભકતોએ વિટંબાએલા વહાલો આવ્‍યો વાડીએ સુંદર બાજરો ઉભેલો જોઇ શ્રીહરિ હરખાયા.

જોત જોતામાં ભકતો પાકા પાકા ચિભડા ગોતી લાવ્‍યા આ બાજુ દેસી બાજરાના ડુંડા કાપીને તૈયાર કરી પાક તૈયા કરાવાયો સૌ હયૈ હરખાય ઉભરાય છે. ભાવથી પ્રભુને જમાડયા અને પછી સંતો ભકતોને એ પ્રસાદ આપ્‍યો ખુબજ પછી પ્રભુએ જેઠામાણીયાને નજીક બોલાવયા અને બાજરાનો પાકક અને ચિભડાનાબી આપ્‍યા અને બોલ્‍યા કે આને તમે તમારી મુઠી માની સાંચવી રાખજો કારણ આ પ્રસાદ રહેશે. ત્‍યા સુધી સંતો ભકતો તમારે ત્‍યા આવતા રહેશે.

ભલે ! જેઠામણીયા હાથ જોડીને બોલ્‍યા કે હે પ્રભુ આ શેકલા દાણા કયા સુધી રહેશે. કારણ કે પાકેલ કાચો બાજરો એક વરસ ન થાફ ત્‍યા તો અંદર જીવાતો પડી જાય છે. અને સળી જાય છે. તો આ તો કયાં સુધી સારો રહેશે. ત્‍યારે વાલીડો વ્‍હાલય કરીને બોલ્‍યા જાવ તમે જીવશો ત્‍યાં સુધીતો નહિ જ બગડે ત્‍યારે જેઠા માણીયા કહે ઓ હો હો પ્રભુ આપ તો સમર્થ છો આપ ધારો તો શું અશકય છે. તો અમારી આવનારી પેઢીઓમાં પણ આ પ્રસાદી રહે તો તેની ત્‍યાં સંતો ભકતો આવતા રહે જે થી કરી તેનું પણ કલ્‍યાણ થતું રહે એવુ કંઇક કરો. ત્‍યારે તે પ્રાર્થના પીયુને પાન કરી પરમાત્‍મા બોલ્‍યા કે જાવ માણીયા આ પાક ચીભડાના બીજ એટલું જ નહી પહેલા અમે આપેલા ત્‍યારે જે ઘંઉનો પાક દાતણની ચિરીયો આ સર્વે તમારી પેઢીફો સુધી આવું ને આવું તાજુ જ રહેશે. આમ વર આપ્‍યો જેઠા માણીયાએ પ્રભુના ચરણ પકડી લીધા વાહ ! વાહ ! વાલીડા આપે તો આ જીવ ઉપર અપાર કરણા કરી. અમારી પેઢીને તારી લીધી એમ ઘણી બી પ્રર્થના ગદ્દગદ્દ કંઠેને રોમાંચિત ગણે કરી પ્રભુને ગઢપુરના મારગે વળાવવા ચાલ્‍યા તે સંતો ભકતોના સંઘ સાથે આમ ખોપાળાની ધરાને પાવન કરી પ્રભુ ગઢપુર આવ્‍યા પછી તો ઘણીવાર અવાર નવાર ઘણી વખત પ્રભુ ખોપાળા પધાર્યા છે.

જેઠા માણીયાના જીવન પ્રસંગો

  • ચોરામાં ગળે સર્પ વિંટળાયો હોવા છતા નિરડપણે માનસી પુજા કરતા રહ્યા.

  • મંદિરમાં ગરમી થતી  તો સંતો માટે મંદિરની દિવાલને તોડીને પવન આવે એવુ કર્યું.

  • ગામમાં સંતો આવેલા બાઇમાણસે છા મોકલેલ જેથી ભેંસો ગઢઠે મોકલી ધીદી

  • ગઢપુરનું મંદિર બનતુ ત્‍યારે ગાડું બળદ અને પોતે પ્રભુને કૃષ્‍ણાર્પણ થયેલા.

 

: Wemaster :