મુખ્‍ય પેઇઝ

 

   

મહુવામાં ભગવાન સ્‍વામિનારાયણ
(નિલકંઠ વર્ણી રૂપે)

મહુવા ગામ રળીયામણું અહીં લક્ષ્‍મીનારાયણની જીગ્‍યામાં જે હાલ ખીમનાથ મહાદેવની જીગ્‍યા તરીકે ઓળખાય છે. ત્‍યાં નિલકંઠવર્ણી મંદિરને પગથિયે આવીને બેઠા. એ સમયે લક્ષ્‍મીનારાયણ મંદિરના મહંત બાવા બાળકદાસજી રામકથા વાંચતા હતા. વર્ણીએ કથા સાંભળી અને વકતાને પ્રશ્ર્ન પુછયો, જેનો ઉતર કોઇને ન આવડયો, એટલે મહંત બાળકદાસજી ઋક્ષમુદ્રા કરીને બોલ્‍યા "આ કોણ મોટો ડાહયો અહી આવ્‍યો છે ? મુખે તો મુછ આવી નથીને મહંતને પ્રશ્ર્ન કરે છે ?" એટલે નિલકંઠ વર્ણી ત્‍યાથી ઉભા થઇ જયા હનુમાનજીની દેરી છે ત્‍યા જઇને બેઠા અને તે પીપળવૃક્ષની નીચે વિશ્રામ કર્યો. આમ શ્રી ભગવાન સ્‍વામિનારાયણ નિજ ઇચ્‍છાથી સંવત ૧૮પપમાં નિલકંઠ વર્થી રૂપે મહુવા પધારી અહીની મૂમિને પવિત્ર કરેલ.                           (વધુ...)