ઇતિહાસ

મહુવામાં ભગવાન સ્‍વામિનારાયણ
(
નિલકંઠ વર્ણી રૂપે)

મહુવા ગામ રળીયામણું અહીં લક્ષ્‍મીનારાયણની જીગ્‍યામાં જે હાલ ખીમનાથ મહાદેવની જીગ્‍યા તરીકે ઓળખાય છે. ત્‍યાં નિલકંઠવર્ણી મંદિરને પગથિયે આવીને બેઠા. એ સમયે લક્ષ્‍મીનારાયણ મંદિરના મહંત બાવા બાળકદાસજી રામકથા વાંચતા હતા. વર્ણીએ કથા સાંભળી અને વકતાને પ્રશ્ર્ન પુછયો, જેનો ઉતર કોઇને ન આવડયો, એટલે મહંત બાળકદાસજી ઋક્ષમુદ્રા કરીને બોલ્‍યા "આ કોણ મોટો ડાહયો અહી આવ્‍યો છે ? મુખે તો મુછ આવી નથીને મહંતને પ્રશ્ર્ન કરે છે ?" એટલે નિલકંઠ વર્ણી ત્‍યાથી ઉભા થઇ જયા હનુમાનજીની દેરી છે ત્‍યા જઇને બેઠા અને તે પીપળવૃક્ષની નીચે વિશ્રામ કર્યો. આમ શ્રી ભગવાન સ્‍વામિનારાયણ નિજ ઇચ્‍છાથી સંવત ૧૮પપમાં નિલકંઠ વર્થી રૂપે મહુવા પધારી અહીની મૂમિને પવિત્ર કરેલ.

શ્રીજી મહારાજ નિલકંઠવર્ણી રૂપે મહુવામાં હનુમાનજીની દેરીએ પીપળાના વૃક્ષ નીચે મુકામ કરી રહ્યા હતા. અને ધ્‍યાન, તપ, યોગની કળા, આસન ક્રીયા જોઇને બાવા બાળકદાજીને વર્ણોનો ગુણ આવ્‍યો. અને ત્રણ દિવસ સુધી નિલકંઠ વર્ણીને પોતાની પાસે રાખ્‍યા. અહી ભગવાન સ્‍વામિનારાયણ નિલકંઠ વર્ણી આસન યોગની ક્રિયા કરતા આ પ્રસાદીની જીગ્‍યા માલણનદીના કાંઠા ઉપર આવેલ છે. અને બાવાના મઠ - બાવબાવાના કોઠા તરીકે ઓળખાય છે. હાલ આ જીગ્‍યા મહુવા શહેરના નાવાઝાંપે માલણનદીને કિનારે બાવાનો મઠ-ખાખી બાવાને કારણે ખાખી ચોક તરીકે ઓળખાય છે. જયા શિવાલય, રામજી મંદિર, હનુમાનજી, ગણપતીના જીર્ણ મંદિરના અવશેષો રહેલા છે.

આ ત્રિદીય રોકાણ દરમ્‍યાન એક દિવસ બાવાએ સીધી આપ્‍યું. બીજે દિવસે વાણીયે અને ત્રીજે દિવસે ફુલવણ કેરી જીગ્‍યાએથી સીધી આવ્‍યું. મંદિરના મહંત બાવા બાળકદાસ પાસે પાણી માંગતા બથામાં અગાઉ કરેલ પ્રશ્ર્ન જીવ, ઇશ્ર્વર, માયાઘ બ્રહ્મ અને પરબ્રહ્મના ભેદ બાબત પ્રશ્ર્નથી નારાજ અને તેજોવેધ મહંતે શ્રી હરિને મેણુ મારતા કહ્યું. "પ્રશ્ર્ન બહુ મોટા અને પંડિત જેવા કરો છો તો પાણી આથથી કેમ પીતા નથી ?" આ સામે વાવ ભરી છે. શ્રી હરિ નિલકંડ વર્ણી વેશે આ સાંભળી રહ્યા હતા. અને પછી હનુમાનજીની દેરીએ પીપળના વૃક્ષ નીચે બેઠા બેઠા હસ્‍ત કમલ લંબાવી વાવમાંથી તંબુડી ભરી પાણી લઇ સર્વે દેખતાજ જળપાન કર્યું. આ નવાઇ ચમત્‍કાર જોતા ત્‍યાં હાજર રહેલા સર્વને મહારાજ મોટા યોગી છે. તે સમજાયું અને મહંત બાવા બાળકદાસને પણ બાળ સ્‍વરૂપ નિલકંઠ યોગીમા અપાર શકિતનો ખ્‍યાલ ગુણ આવ્‍યો અને મહારાજની ત્રીદિય સેવા કરી.

મહંત બાળકદાસને જળંધરનો રોગ હતો. પેટની અંદર પાણી ભરાય અને રાત્રે નિંદ્રા પણ આવતી ન હતી. દિવસે બેસવા પણ ન દે તેવો આ મહાભંયકર રોગથી પીડાતા મહંત બાવા બાળકદાસ હે... રામ, હે...રામ આ રીતે વારંવાર ભગવાનને યાદ કરતા એ સમયે નિલકંઠ વર્ણી વેશે રહેલા શ્રીહરિ જયારે મહંત હે... રામ... કહે ત્‍યારે હોંકારો આપતાં ... હં.... હં.... ત્‍યારે મહંતે વર્ણીને પુછયું તમે રામ છો ? ત્‍યારે વર્ણીએ કહ્યું... હાં અમે રામ છીએ !

જો તમે રામ હો... તો મારા આ રોગને મટાડો. એ સમયે શ્રીહરિએ વાવમાંથી કમંડળ જળનું ભરીને પ્રસાદી રૂપે મહંત બાવા બાળકદાસને આપ્‍યું, આ પી જાવ. તમારો રોગ મટસ જશે એ સમયે જળ પીવાથી તુરતજ પેટમાં શાંતી થઇ. અને દર્દ દુર થયું. આવો ચમત્‍કાર નિલકંઠ વર્ણીએ મહંતશ્રીએ બતાવ્‍યો. શ્રીજી મહારાજ આ રીતે નિલકંઠ વર્ણી રૂપે મહુવા હશેરમાં ત્રણ દિવસ રોકાયા હતા. અ ને ચોથા દિવસે મહારાજ ચાલવાની તૈયારી કરતા હતા ત્‍યારે લક્ષ્‍મીનારાયણ મંદિર સામે ખાચામાં રહેતા વણીક વુધ્‍ધાએ મહારાજ શ્રીહરિને જમવા આગ્રહ કર્યો. મહારાજે ડોશીને રાજી કરવા રોજ્ઞલો અને માખણ જમી અને વૃધ્‍ધાને આશીર્વાદ આપી ડોશીમાએ મહારાજને મોટા યોગી જાણ્યા. આમ મહુવા બંદરને મહારાજને તીર્થરૂપ કર્યું. ગામ મહુવાથી વિદાય લઇ શ્રીહરિ શ્રીહરિ ડોળીયા ગામ જઇ વિપ્ર વિઠ્ઠલના ઘરે જઇ જમ્‍યા.

આમ શ્રીહરિ નિલકંઠ વર્ણી રૂપે મહુવાથી માઢિયા, ડોળીયા, રાજપટવા, ચાંચ, ડુંગર, પીપવાવ થઇ પીપાભગતની જગ્‍યામાં સદાવ્રત લીધું. બાદ અનેક સ્‍થળે વન વિચરણ કર્યું. ધર્મોપદેશ કર્યો. મહારાજની આ અલૌકીક કૃપા મહુવાના ભકતો ઉપર સદાય વરસતી રહી છે. શ્રીજીના ચરણ રજથી અંકિત આ ભૂમિ. પવિત્ર તીર્થરૂપ તીર્થધામ થયેલ છે.

 

શ્રી મહુવા સ્‍‍વામિનારાયણ મંદિર નો ઇતિહાસ

સૌરાષ્‍ટ્ર ના ભાવનગર જીલ્‍લામાં મહુવા શહેર એક સુંદર અને નાનકડું બંદર છે, પૌરાણીક અને ઐતિહાસીક મહુવા એ સૌરાષ્‍ટ્રનું કાશ્‍મીર ગણાય છે. આ પ્રદેશ પ્રકૃતિના સૅન વનથી સમૃધ્‍ધ છે. નાળીયેરીના જાડો થી સમૃધ્‍ધ આ એકાદ લાખની વસ્‍તી ધરાવતું નાનું શહેર માલણ નદીના કિનારે વસેલું છે. યૌવાન ભાવે પ્રકૃતિ અહી સદા ખીલેલી જ રહી છે. હવામાન મહુવા શહેરને શીતળતાજ અર્પે છે. આ શીતળ સૌમ્‍ય વાતાવરણમાં ભગવાન સ્‍વામિનારાયણ અતિ પ્રસન્‍ન થયેલ અને પ્રાકૃતિક સૌંદર્યથી શોભાયમાન મહુવા નગર ઐતિહાસિક દ્રષ્ટિએ ,પ એટલું જ સમૃધ્‍ધ છે. (મધુપુરી) મહુવા પોતાના પ્રાકૃતિક અને રળિયામણા  સૌંદર્યથી સાત્‍િવક ભૂમિનું મુખ લાગે છે. અને તેતે કિનારે વહેતી માલિની માલણ નદી મધુપુરી ને જાણે વાસંતી શણગાર અર્પણ કરી રહે છે.

એવી આ મૂમિમા સાક્ષાત સર્વોપરી ભગવાન સ્‍વામિનારાયણની ચરણ રજથી અંકિત થયેલ આ પવિત્ર ભુમિમાં સંવત ૧૮૮પમાં પહેલું સંત મંડળ  સ્‍વામિ નિર્મળાનંદજીનું આવ્‍યું હતું આ મંડળ મહુવા હશેરમાં ફરી ભજન કિર્તન અને પોતાના વર્તમાન દ્વારા લોકોમાં સ્‍વામિનારાયણનો મહામંત્ર ગુંજતો કર્યો હતો. આમ સ્‍વામિનારાયણ મંત્ર અને રાધે ગોવિંદની ધુન-આરતી- અષ્‍ટકો અને સ્‍વામિનારાયણના બોધપ્રદ સરલ ભાષાશૈલીના ધોળ-ભજન-કિર્તન લોકોમાં સહર્ષ રેલાવા લાગ્‍યા શુધ્‍ધ પવિત્ર અને ધર્મ ને પૂર્ણ પ્રોત્‍સાહન મળતા સમાજમાં પવિત્રતા-સાચી સમજણ-ભગવાન ભજવાનો આનંદ અને સમાજ ઉત્‍થાનનું કાર્ય કુરિવાજ વિગેરેમાં ક્રાંતી આવી અને એક દિવ્‍ય સોપાન શરૂ થયું. આ રીતે ધર્મનો ઉપદેશ જોયા પછી એ અરસામાં મહુવાથી જીણાભકત વારે વારે ગઢડા જતા અને મહારાજની સભામાં બેસતા.

અને જીણાભકત પોતે જાતે કારીગર હતા. એટલે માણકી ઘોડી માટે સુંદર મજાનો "ચારજામો" બનાવીને સહજાનંદ સ્‍વામિ ને ભેટ ધર્યો જીણા ભકતની કલાકારીગરી જોઇને ભગવાન શ્રીહરિ ખુબજ રાજી થયા. અને પ્રસન્‍ન થઇને માથાની પાઘ જીણાભકતને ભેટ આપી. એ સમયે ગદ્દગદીત થયેલા જીણાભકતને આંખમાં પ્રેમાશ્રુ ઉભરાયા. અને દ્ધિધા પણ થઇ. આ જોઇ મહારાજે તેને વિસામણનું કારણ પુછયું... ત્‍યારે જીણાભકત બોલ્‍યા. જે મહારાજ અમો પાંચભાઇ છીએ. અને પાઘ એક... પાઘના ટુકડા થાય નહી. તો ચાર ચાર ભકતો મારી સાથે છે તેને શું આપવું ? આપ રાજી થયા હો તો અમારા ગામ મહુવામાં સત્‍સંગ વધે તેવા આશીર્વાદ આપો. ત્‍યારે મહારાજ રાજી થયા અને જીણા ભકતની નિષ્‍કામ ભકિત જોઇને પોતાનો "જામો" જીણાભકતને આપીને કહ્યું.

"મહુવામાં સત્‍સંગનો જામો થાશે"

(આ જામો શ્રી મહુવા સ્‍વામિનારાયણ મંદિરમાં "પરમસુખ સભામંડપ" સિંહાસનમા ડાબે હાથે કાચની ફ્રેમમાં મઢેલો છે. જે હાલ મોજુદ છે. અને દરેકને દર્શનીય રહેલ છે.)

આ શુધ્‍ધ વાતાવરણમાં વળી મહુવા મુકામે સ્‍વામિનારાયણમાં સંતોનું બીજું મંડળ સંવત ૧૮૯૩માં સ્‍વામિશ્રી ત્રિગુણાતીતાનંદ સ્‍વામીનું મંડળ આવ્‍યું અને આ મંડળે સભા જીતી અને પૃથ્‍વી ઉપર સ્‍વામિનારાયણ ભગવાન પ્રગટ છે. તે સિધ્‍ધ કર્યું શ્રીજીની ઇચ્‍છા-સાધના-પવિત્ર વર્તમાન-આચરણ અને ભકિતથી લોકોમાં સ્‍વામિનારાયણ મંત્ર અને પ્રગટ ભગવાન સ્‍વામિનારાયણ અવતારી છે તે સમજાવ્‍યું. આજે લોકોએ આ પવિત્ર સંપ્રદાયના ધર્મમાં આગેકુચ કરી આમ સંવત ૧૮૯૩ થી મહુવામાં સ્‍વામિનારાયણ ધર્મનો પ્રારંભ થયો અને સ્‍વામિ નિર્મળાનંદજીનું મંડળ મહુવામાં પધારી ધર્મ માર્ગને શુધ્‍ધ અને પવિત્ર કર્યો.

આમ સ્‍વામિનારાયણ સંપ્રદાય ધર્મના સ્વિકારનારા મા પ્રથમ હતા પ.ભ.શ્રી જીણાભકત તેમના સંત્‍સંગ પ્રવેશ પછી ધર્મની વાત સાંભળતા, સાધુના વર્તમાન નિયમો જોતા, તેમના પરિવાર-જ્ઞાતિજનો સ્‍નેહીજનોને પૂર્વના સંસ્‍કાર જાગૃત થતા સર્વ સત્‍સંગી થગા. મહુવામાં આ સમયે સંવત ૧૮૯પમાં સ્‍વામિ મોટા યોગાનંદજીનું શિષ્‍ય મંડળ સ્થિર થયેલુ હતુ અને સ્‍વામિ મોટા યોગાનંદની નામ પ્રમાણે યોગની મૂર્તી સમા હતા. તેમનું મંડળ-તપ-ધ્‍યાન-ભજન ભકિતથી પ્રકાશી રહ્યું હતુ અને આખોમાં પૂર્ણપ્રેમ વાત્‍સલ્‍ય ઉભરાયુ હતું આવા નિષ્‍કામ-નિર્લોભી સાધુ મંડળને જોતા સત્‍સંગમાં વધારો થયો અને સર્વ સ્‍વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા. યોગાનંદજી સ્‍વામિના સંત મંડળે નગરજનો વૈષ્‍ણવજનો-શિવભકતો-બ્રાહ્મણો વિગેરે સાથે મહાસભા કરી અને આ સભાને જીતી હતી.

બાદ સંવત ૧૮૯પમાં મંદિરની શુભ શરૂઆત થઇ. આ સમયે પ્રથમ જે હરિમંદિર તરીકે બંગલાઘાટનું ત્રણમાળનું મંદિર બંધાવેલ હતું તેમા ચિત્ર પ્રતિમાની મૂર્તિ પ્રથમ પધરાવેલ હતી. સમય જતા ત્‍યાર પછી આદિ આચાર્ય પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ શ્રી વિહારીલાલજી મહારાજે વિક્રમ સંવત ૧૯૭૬ના વૈશાખ સુદ-૧૨ ના રોજ મધ્‍યમંદિરમાં શ્રી લક્ષ્‍મીનારાયણ દેવ, હરિકૃષ્‍ણ મહારાજની આરસ પહાણની મૂર્તિ પ્રતિષ્‍ઠા કરવામાં આવેલ. આ રીતે દેવોની પ્રતિષ્‍ઠા થયેલ છે. ત્‍યારબાદ સમય જતા સર્વાવતારી શ્રી સ્‍વામિનારાયણ ભગવાનના પ૦૦ નંદ સંતોના માહીલોમાં જેમણે ગઢપુરની અંદર શ્રી ગોપીનાથજી મહારાજ નો પ્રવેશદ્વાર જે ભવ્‍યાતિભવ્‍ય દરવાજો બંધાવેલ છે. એવા સ્‍વામિનારાયણ ભગવાનના અગ્રણ્ય શિષ્‍ય અક્ષરમુકત એવા મોટા યોગાનંદ સ્‍વામિ સંગીત વિશારદ્દ કે જેમણે સાવરકુંડલા વિભાગના ખુમાણ દરબારો, શેલણા અને મોટાભામોદ્રાના ઓઘડ ખુમાણ અને વાસુર ખુમાણ તેમને સત્‍સંગ કરાવેલ એવા યોગાનંદ સ્‍વામિના શિષ્‍ય પરંપરામા સદ્દગુરૂ સ્‍વામિ શ્રી કપિલચરણદાસજી તેમના શિષ્‍ય સદ્દગુરૂ સ્‍વામિ શ્રી ભગત સ્‍વરૂપ દાસજી તેમના પરંપરામાં સ્‍વામિ પરમસુખદાસજી જે પોતે મંડળે સહિત સંવત ૧૯૯પ ની અંદર મહુવા મંદિરની દેવસેવામા રહીને અનેક નાની મોટી સેવા કરેલ તેમની પરંપરામાં તેમના શિષ્‍ય સદ્દગુરુ સ્‍વામિ શ્રી જગન્‍નાથજી સ્‍વામિ તેમના શિષ્‍ય પ્રખ્‍યાત ભાગવત્ કથાકાર એવા પૂરાણી સ્‍વા.શ્રી જથતપ્રકાશદાસજી મહુવા મંદિરમાં રહીને વર્ષો જતા મહુવા સ્‍વામિનારાયણ મંદિરનો જીણોદ્ધાર નો સંકલ્‍પ જેમને થયો એવા પુ.સ્‍વા.જગતપ્રકાશદાસજી સ્‍વામિએ ઇ.સ. ૧૯૬૬ થી ૧૯૭૮ સુધી સખત પ્રયત્‍ન વડે શુભકાર્ય સિધ્‍ધ કર્યું પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય મહારાજ શ્રી નરેન્‍દ્રપ્રસાદ દાસજી મહારાજશ્રીની આજ્ઞાથી જેમણે અનેક દેશોમાં શ્રી સ્‍વામિનારાયણ ધર્મનો પ્રકાશ ફેલાવ્‍યલ છે એવા સ્‍વામિ કે જેમણે શ્રીમદ્દ સત્‍સંગી જીવન તથા શ્રીમદ્દ ભાગવત તથા શ્રી રામાયણ તથા શ્રીજી સ્‍વરૂપ શ્રી શિક્ષાપત્રી ભાષ્‍ય આદિ પારાયણો દરમ્‍યાન બથા નિમિતે તથા પધરામણી નિમિતે ભાવિક ભકતજનો તરફથી આવેલ રકમ મંદિરના બાંધકામ તથા સભામંડપના બાંધકામમા અર્પણ કરેલ.

પુરાણી જગત પ્રકાશદાસજી સ્‍વામિએ ભાવિક ભકતોના સાથ સમકારથી મહુવા મંદિરમાં ભુતકાળમાં હરિમંદિર તરીકે બંગલા ઘાટનું હતું. તેને ઉતારી લઇને નૂતન શિખરબંધ મંદિરનું બાંધકામ શરૂ કરાવેલ. પ્રારંભ ૨૦૨૬ના આસો વદ ૭ ને ગુરૂવાર તા. ૨૨/૧૦/૧૯૭૦ ના રોજ પ્રારંભ થયેલ.

નવું ત્રણ શીખરવાળુ ભવ્‍યાતિ ભવ્‍યમંદિર બંધાવેલ જે મંદિરની અંદર પોતાની સાથે ગઢપુરના વયોવૃદ્ધ સંત સ.પુ.સ્‍વા.ભકિતવલ્‍લભદાસજીએ સાથે રહીને નાના મોટા ગામડાઓ તેમજ અનેક મોટા શહેરોમાં પારાયણ પ્રસંગોજી અંદર સાથે રહીને પોતે તેમજ પૂ.શ્રી માધવપ્રસાદદાસજી તેમજ સ્‍વામિ જગદિશપ્રસાદદાસજીએ પણ આ મંદિરની અંદર મોટું યોગદાન આપી સેવા કરેલ છે. તેમજ નડીયાદના અ.નિ.પ.ભ.ઇશ્ર્વરભાઇ નાથનીભાઇ શુકત મંદિરની અંદરનો ઘણો જ મોટો મહત્‍વનો ફાળો આપી મોટી સેવા આપેલ છે. તેમજ મેઘદુત વાળા અ.નિ. મોહનભાઇ માવજીભાઇ આંબલીયાએ પણ આ મંદિરના બાંધકામની અંદર પુરાણી સ્‍વામિ સાથે મહુવા તેમવ મુંબઇની અંદર ઘણીજ મોટી સેવા કરી છે. ત્‍યાર બાદ મંદિર પૂર્ણ થતા પ્રતિષ્‍ઠા મહોત્‍સવની અંદર માજી મુખ્‍યમંત્રીશ્રી છબીલદાસભાઇ મહેતાના પ્રમુખસ્‍થાને આ ઉચ્‍છવ ઉજવવાનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ અને શ્રી ઘનશ્‍યામ મહારાજની મૂર્ત પ્રતિષ્‍ડા વિક્રમ સંવત ૨૦૩પના વૈશાખ વદ ૧૨ ના રોજ તા. ૯/પ/૧૯૭૯ ના રોજ પ.પૂ. આચાર્ય શ્રી પ.પૂ.ધ.ધૂ.  ૧૦૦૮ શ્રી નરેન્‍દ્રપ્રસાદજી મહારાજના શુભ હસ્‍તે ઘનશ્‍યામ મહારાજની મૂર્ત પ્રતિષ્‍ઠા વિષ્‍ણુયાગ મહાયજ્ઞ સાથે કરવામાં આવેલ. આ ઉચ્‍છવની અંદર મહુવાના અગ્રગણ્ય દાનવીર શેઠ શ્રી જે. પી. પારેખ પ્રતિષ્‍ઠા વિધિમાં બેસીને લાભ લીધેલ. અને એ સમયે અમૃતવેલના અ.નિ. પટેલ ભાણાભાઇ ભીમભાઇ બવાડીયાએ યજ્ઞની અંદર પ્રથમ પાટલો લખાવીને ઉચ્‍છવમાં પોતાના પરિવાર સાથે લાભ લીધો હતો. તેમજ આ મંદિરના બાંધકામની અંદર શુકલ રસીકભાઇ ઉનવાળા તથા સમાજ સેવાભાવી શેઠશ્રી દોલુભાઇ પારેખ તથા તાવેડાના પટેલ મોહનભાઇ લક્ષ્‍મણભાઇ ભાલાળા  તેમજ મહેન્‍દ્રભાઇ કાનજીભાઇ ત્રિવેદીઅ. મહુવા મંદિર માટે ગામડાઓ તથા મોટા શહેરોમાં સ્‍વામિની સાથે નાની મોટી સેવાઓ કરેલ છે. તેમજ મહુવા મંદિરના પાયામાંથી મંદિર પૂર્ણ થતાં મોટા શહેરોમાંથી અનેક દાનવીર દાતાઓ તેમજ તાવેડા, અમૃતવેલ, સાજણવાવ, દાતરડી, બીલા, શાંતીનયર, બોડા અને છાપરી વિગેરે ગામોના નાના મોટા, નામી અનામી અનેક સત્‍સંગીઓએ પોતાના તન, મન, ધનથી ઘણીજ સેવા આ મંદિરની અંદર કરેલ છે. પ્રતિષ્‍ઠા ઉચ્‍છવ ખુબજ મોટા પાટે અને ધામધુમથી ઉજવાયો હતો. આ ઉચ્‍છવની રમણીયતા ખુબજ હતી. આ પાવન પ્રસંગે ભગવાન સ્‍વામિનારાયણની પરમ કૃપા અને સંતોના શુભાશયથી સમગ્ર જીવોના પરમશ્ર્ેયાર્થે સમગ્ર મહુવા શહેરની જનતાને નગરજનોને નિમંત્ર મહા પ્રસાદ (ગામ ધુમાડો બંધ) લેવડાવેલ.