-
કોઇપણ કર્તવ્ય-કર્મ નાનું કે મોટું હોતું નથી. નાનામાં
નાનું અને મોટામાં મોટુ કર્મ કર્તવ્યમાત્ર સમજીને
(સેવાભાવથી) કરવાથી સરખું જ છે.
-
જેનાથી બીાઓનું હિત થાય છે, તેજ કર્તવ્ય હોય છે. જેનાથી
કોઇનું પણ અહિત થાય છે. તે અકર્તવ્ય હોય છે.
-
રાગ દ્વેશને કારણે જ મનુષ્યને કર્તવ્ય-પાલનમાં પરિશ્રમ
યા કઠનાઇ પ્રતીત થાય છે. જેનાથી કોઇનું પણ અહિત થાય છે.
તે અકર્તવ્ય હોય છે.
-
રાગ-દ્વેષને કારણે મનુષ્યને કર્તવ્ય-પાલનમાં પરિશ્રમ
યા કઠનાઇ પ્રતીત થાય છે.
-
જે કરવું જોઇએ અને જે કરી શકાય છે. તેનું નામ
‘કર્તવ્ય’
છે. કર્તવ્યનું પાલન ન કરવું પ્રમાદ છે. પ્રમાદ તમોગુણ
અને તમોગુણ નરક છે.
–
‘નરકસ્મતઉન્નાહો’
(શ્રીમદભાગવત ૧૧/૧૯/૪૩)
-
પોતાના સુખને માટે કરેલું કર્મ અસત અને બીજાઓના હિતને
માટે કરેલું કર્મ સત હોય છે. અસત કર્મનું પરિણામ
જન્મ-મરણની પ્રાપ્તિ અને સત કર્મનું પરિણામ પરમાત્માની
પ્રાપ્તી છે.
-
સારામા સારુ કાર્ય કરો, પણ સંસારને સ્થાયી માનીને નહી
કરો.
-
જે નિષ્ઠા હોય છે તે તત્પરતાપૂર્વક પોતાના કર્તવયનું
પાલન કરી શકે છે.
--
-
બીજાઓ તરફ જોવાવાળા કયારેય પણ કર્તવ્યનિષ્ઠ થઇ શકતા
નથી કારણ કે બીજાઓનું કર્તવ્ય જોવું એ જ અકર્તવ્ય છે.
-
ગૃહસ્થ હોય અથવા સાધુ હોય, જે પોતાના કર્તવયનું પાલન
બરાબર કરે છે, તે શ્રેષ્ઠ છે.
-
મારુ કાંઇ નથી, મારે કાંઇ જોઇએ નહી અને મારે કાંઇ
કરવાનું નથી - આ ત્રણ વાતો ઝઠપી ઉદ્ધાર કરવાવાળી છે.
-
ભગવાનનો સંકલ્પ આપણા કલ્યાણને માટે છે. જો આપણો કોઇ
સંકલ્પ ન રાખીએ તો ભગવાનના સંકલ્પ અનુસાર આપોઆપ આપણું
કલ્યાણ થઇ જશે.
-
સંસારની એવી કોઇ પણ પરિસ્થિતિ નથી. જેમાં મનુષ્યનું
કલ્યાણ ન થઇ શકે કારણ મે પરમાત્મા પ્રત્યેક
પરિસ્થિતિમાં સમાનરુપે હાજર છે.
-
કલ્યાણની પ્રપ્તી ઘણી સરળ છે, પણ કલ્યાણની ઇચ્છા જ ન
હોય તો તે સરળતા શું કામની ?
-
સંસારનું કામ તો કોઇ પણ કરી લેશે. પણ પોતાનાં કલ્યાણનું
કામ તો પોતે જ કરવું પઠશે. જેમ કે - ભોજન અને દવા આપણે
જાતે લેવા પડે છે.
-
કલ્યાણ ક્રિયાથી થતું નથી, બલકે ભાવ અને વિવેકથી થાય
છે.
-
ઘરમાં રહેવાવાળા બધા લોકો પોતાને સેવક અને બીજાઓને
સેવ્ય સમજે તો બધાંની સેવા થઇ જશે, અને બધાંનુ કલ્યાણ
થઇ જશે.
-
ભોગોની પ્રિયતા જન્મ મરણ દેવાવાળી અને ભગવાનની પ્રિયતા
કલ્યાપ કરવાવાળી છે.
-
પોતાનું કલ્યાણ ચાહવાવાળા સાચા હદયથી પ્રાર્થના કરે તો
ભગવાનના દરબારમાં તેમની સુનાવણી જદલી થાય છે.
-
જયાં સુધી સાધકનામાં પોતાના સુખ, આરામ, માન, મોટાઇ
વગેરેની કામના છે, ત્યાં સુધી તેનું વ્યકિતત્વ ઓગળતું
નથી અને વ્યકિતત્વ નષ્ટ થયા વિના તત્વથી અભિન્નતા
થતી નથી.
-
જયારે આપણા અંતઃકરણમાં કોઇ પ્રકારની કામના નહીં રહેશે
ત્યારે આપણે ભાગવત-પ્રાપ્તિની ઇચ્છા કરવી નહીં પડે,
બલ્કે ભગવાન સ્વયં પ્રાપ્ત થઇ જશે.
-
સંસારની કામનાથી પશેતાનો અને ભગવાનની કામનાથી
મનુષ્યતાનો આરંભ થાય છે.
-
મારા મનનુ થઇ જાય ઓ કામના કહે છે, આ કામના જ દુઃખનું
કારણ છે. આનો ત્યાગ કર્યા વિના કોઇ સુખી નહી થઇ શકે.
-
મને સુખ કેમ કરીને મળે - માત્ર આ ચાહનાને કારણે મનુષ્ય
કર્તવયહિન અને પતિત થઇ જાય છે.
-
કામના ઉત્પન્ન થતાં જ મનુષ્ય પોતાના કર્તવ્યથી,
પોતાનાં સ્વપથી અને પોતાના ઇષ્ટ (મગવાન)થી વિમુખ થઇ
જાય છે અને નાશવંત સંસારની સન્મખ થઇ જાય છે.
-
સાંસારિક ઇચ્છા ઉત્પન્ન થતા જ પારમાર્થિક માર્ગમ)ં
ધુમાઠો થઇ જાય છે. જો આ અવસ્થામાં સાવધાન ન રહો તો
ઇચ્છા ઘણી વધારે થઇ જાય છે ઇચ્છા વધી જવાથી તો
પારમાર્થિક માર્ગમાં અંધારુ જ થઇ જાય છે.
-
કામનાઓના ત્યાગમાં સૌ સ્વતંત્ર, અધિકારી, યોગ્ય અને
સમર્થ છે. પરંતુ કામનાઓની પૂર્તિમાં કોઇ પણ સ્વતંત્ર
અધિકારી, યોગ્ય અને સમર્થ નથી.
-
જેમ જેમ કામનાઓ નષ્ટ થયા છે. તેમ તેમ સાધુતા આવે છે અને
જેમ જેમ કામનાઓ વધે છે તેમ તેમ સાધુતા લુપ્ત થાય છે.
કારપ કે અસાધુતાનું મૂળ કારણ કામના જ છે.