|
(૩) એકવખત વડતાલથી ધરમપુર જતા રસ્તામાં સંગીતકાર
દેવાનંદ સ્વામી બીમાર થયા તેની સેવા કરીને સ્વામીશ્રીની
પ્રસંનનતા મેળવી.
(૪) અતિ ઉગ્ર સ્વભાવવાળા વિશ્ર્વસ્વરુપાનંદ સ્વામી
એક વખત બીમાર થયા. તેની સેવામાં કોઇ ટકે જ નહીં. છેવટે
ગુણાતીતાનંદ સ્વામીએ તેની સેવા કરીને તેની પ્રસન્નતા
મેળવી.
(પ) મોટા આત્માનંદ સ્વામી સાથે ગુણાતીતાનંદ સ્વામી
સત્સંગ, પ્રચારાર્થે ગામડાઓમાં વિચરતા. તે સમયમાં
આત્માનંદ સ્વામી બીમાર થયા. વૃદ્ધ અને બીમાર આત્માનંદ
સ્વામીની સ્વામીશ્રીએ ખુબ ધીરજતાપૂર્વક સેવા સુશ્રુષા
કરીને તેમને નીરોગી કર્યા અને તેની પ્રસન્નતા મેળવી.
(૬) એક વખત ભાઇ રામદાસજી સાથે સ્વામીશ્રી સત્સંગ
પ્રચારર્થે ગામડાઓમાં ફરતા હતા. તે સમયે બે-ત્રણ સંતો
બીમાર થયા. ત્યારે તે સંતોની સેવા કરી તેને સાજા કર્યા
અને તે રીતે ભાઇરામદાસજી તથા સંતોની પ્રસંન્નતા પ્રાપ્ત
કરી.
(૭) પોતાની ઉતરાવસ્થામાં પ્રભુતાનંદ સ્વામી બીમાર
થયા. તે સમયે પણ ગુણાતીતાનંદ સ્વામીએ તેમની અંતિમ ઘડી
સુધી સેવા કરીને તેમની પ્રસન્નતા મેળવેલી.
જૂનાગઢમાં મંદિર કરવા માટે શ્રીહરિની આજ્ઞાથી
બ્રહ્માનંદસ્વામી જૂનાગઢ આવ્યા ત્યારે બ્રહ્માનંદ
સ્વામીના મંડળમાં ગુણાતીતાનંદ સ્વામી સાથે હતા. સંવત
૧૮૮૨ વૈશાખ સુદ (અખાત્રીજ) ને બુધવાર તા. ૧૦/પ/૧૮૨૬ના
દિવસે ગોપાળાનંદ સ્વામીના હસ્તે જૂનાગઢ મંદિરનું
ખાતમુહૂર્ત થયેલું. તે દિવસથી જ ગુણાતીતાનંદ સ્વામી
જૂનાગઢ મંદિરની સેવા કરતા.
સંવત ૧૮૮૩ ચૈત્ર ૧પ ને બુધવાર તા. ૧૧/૪/૧૮૨૭ ના
દિવસે ગઢપુરમાં સંતોની સભામાં શ્રીહરિએ જ ગુણાતીતાનંદ
સ્વામીની જૂનાગઢ મંદિરના મહંતપદે નિયુકિત કરીને ફુલહાર
પહેરાવી, પોતાની પાઘ સ્વામીને આપીને તે રીતે સ્વામીનું
સન્માન કરેલું.
થોડા દિવસો પછી તત્વાનંદ વામી સાથે ગઢપુરથી
સ્વામીશ્રી ચાલ્યા તે બે-ચાર દિવસે જૂનાગઢ પહોંચ્યા અને
સંવત ૧૮૮૩ના વૈશાખ સુદ ૧પ ને શુક્રવાર તા. ૧૧-પ-૧૮૨૭ના
દિવસે જૂનાગઢ મંદિરનું મહંતપદસંભાળીને આજીવન જૂનાગઢ
મંદિરની સેવા કરી. મંદિરના મહંતપદે રહીને સ્વામીશ્રીએ
મંદિરની સ્થાવર મિલ્કતની વૃદ્ધિ કરી. તેની વિગત આ મુજબ
છે.
(૧) મંદિરના શિખરનું બાધકામ, મંદિરછોવરાવવું,
નિજમંદિર અને ઘુમ્મટમાં આરસ પાથરવાનું કામ.
(૨) ત્યાગી સંતો વગેરેને રહેવા તથા કથાવાર્તા માટે
ધર્મશાળા અને સભા મંડપનું બાંધકામ.
(૩) રસોડુ તથા ભોજનાલયનું બાંધકામ.
(૪) સં.૧૮૯૨ની સાલમાં ૩૦૦૦ કોરી આપીને દરબારશ્રી
જીણાભાઇનું મકાન લીધુ.
(પ) સં. ૧૯૦૧માં પ૦૧ કોરી આપીને અન્ય એક મકાન લીધું.
(૬) સં. ૧૯૦૬માં નિજમંદિર અને ઘુમ્મટનો વિભાગ કરવા
લોખંડની જાળી કરાવી.
(૭) ગાયોના ઘાસચારા માટે વીડી મેળવી.
(૮) સંવત ૧૯૧૨ માં ૩૪૦૧ કોરી આપીને દરબારશ્રી
હઠીસિંહજીનું દીવાનખાનું લીધું.
(૯) સં. ૧૯૧૬માં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ કરાવીને
મંદિરમાં તેની પ્રતિષ્ઠા કરાવી.
(૧૦) ઠાકોરજીની સેવા માટે તુલસીપત્ર, બીલીપત્ર, ફુલ,
ફળ, શાકભાજી નિત્ય તાજા મળે તે માટે ફુલવાડી (બગીચો) કરવા
૪૪૦૧ કોરી આપીને જમીન ખરીદીને તેમાં ફુલવાડી કરી. જે
ગિરનાર રોડ ઉપર મંદિરની સામેજ છે.
(૧૧) માળીયા (હાટીના)ના દરબારશ્રીને ઉપદેશ આપીને
આંબાનો બાગ દેવને માટે મેળવ્યો.
(૧૨) પ્રથમ કરેલ સભામંડપ અને ધર્મશાળામાં સંકડાશ થવાથી
તે પાડીને સં. ૧૯૨૦ની સાલમાં ત્રણ ખંડની અને ત્રણ માળની
વિશાળ ધર્મશાળા અને સભામંડપ કર્યો સં. ૧૯૨૧ના પોષ માસમાં
તે નૂતન ધર્મશાળામાં રહેઠાણ તથા કથાવાર્તા શરુ થયા.
(૧૩) દેવોના વસ્ત્રો, અલંકારો વગેરેની વૃદ્ધિ કરી. |