જય સ્‍વામીનારાયણ, મઁદિર, ગઢડા, ભગવાન, શ્રી ગોપીનાથજી, લક્ષ્‍મીવાડી, ભકત, શ્રી ધનશ્‍યામ મહારાજ, શ્રી કુષ્‍ણ , બળદેવજી, રેવતીજી, હનુમાનજી, શ્‍યામ, સુઁદર, અમરેલી, રાજકોટ, જુનાગઢ, જામનગર, મહેસાણા, પાલનપુર, વાપી, દમણ, દિવ, ગીર, સાસણ, હોટલ, સગવડતા, સેવા, શાઁતી,
 

(૧૪)     દેવના નિજમંદિરના કમાડ ઉપર ચાંદી મઢાવીને સુશોભિત કર્યા.

          શ્રીહરિએ કેવલાત્‍માનંદ સ્‍વામી, રામાનુજાનંદ સ્‍વામી, તત્‍વાનંદ સ્‍વામી તથા પાર્ષદ જોરા ભગત, આ ચારેયને ગુણાતીતનંદ સ્‍વામી સાથે જુનાગઢમાં રહીને દેવ અને મંદિરની સેવા કરવાની આજ્ઞા કરેલી. તેથી તેઓશ્રીએ આજીવન સ્‍વામી સાથે રહીને રાધારમણદેવની સેવા કરેલી.

          દેવસેવાના કાર્યમાં સદા અગ્રેસર ગુણાતીતાનંદ સ્‍વામીએ મંદિર નિર્માણના કાર્યમાં પણ એટલું જ  મહત્‍વનું યોગદાન આપેલ છે. જૂનાગઢ શ્રી રાધારમણ દેવમંદિરના વહીવટી વિભાગમાં આવેલા ગામોમાં સ્‍વામીશ્રીએ જે હરિમંદિરો કરેલા અને રાવેલા તેની સંક્ષિપ્‍ત વિગત આ મુજબ છે.

(૧)      લોએજ ગામમાં રામાનંદ સ્‍વામી જે આશ્રમમાં રહેતા તે આશ્રમ વેચાતો લેવા માટે મહાપુરુષદાસ સ્‍વામીને પ૦૦ કોરી આપીને લોએજ મોકલ્‍યા અને તે આશ્રમ વેચાતો લઇને ત્‍યા હરિમંદિર કરીને ચિત્રપ્રતિમાં પધરાવી.

(૨)      સં. ૧૮૯૨માં માણાવદરમાં હરિમંદિર કરાવી તેમાં બાલમુકુંદ (લાલજી) ની પ્રતીમાં પધરાવી.

(૩)      ગોંડલમાં હરિમંદિરમાં ચિત્રપ્રતિમાં પધરાવી.

(૪)      રાજકોટમાં દાણાપીઠ વિસ્‍તારમાં હરિમંદિર કરાવીને ચરણારવિંદ તથા ચિત્રપ્રતિમાં પધરાવી.

(પ)      જેતપુરમાં હરિભકતોને પ્રેરણા કરી સંતો હસ્‍તક હરિમંદિર કરાવી. ચિત્રપ્રતિમાં પધરાવી.

(૬)      મુકતાનંદ સ્‍વામીના શિષ્‍ય રામદાસ સ્‍વામી હસ્‍તક પંચાળામાં મંદિર કરાવી ચિત્રપ્રતિમાં પધરાવી

(૭)      મહાપુરુષદાસ સ્‍વામી હસ્‍તક સાંકળી તથા માણસા એ બન્‍ને ગામોમાં મંદિર કરાવી ચિત્રપ્રતિમાં પધરાવી.

(૮)      માધવચરણદાસ સ્‍વામી હસ્‍તક બગસરામાં મંદિર કરાવી ચિત્રપ્રતિમાં તેમજ ચરણારવિંદ પધરાવ્‍યા.

(૯)      અમરેલી હરિમંદિર કરાવી ચિત્રપ્રતિમાં પધરાવી.

(૧૦)     વંથલી (સોરઠ) માં હરિમંદિર કરાવી ચિત્રપ્રતિમાં પધરાવી.

(૧૧)     ધોરાજીમાં હરિમંદિર કરાવી ચિત્રપ્રતિમાં પધરાવી.

(૧૨)     ઉનામાં ભૂમાનંદ સ્‍વામીએ હરિમંદિર કરેલું અને બાલમુકુંદ (લાલજી) તથા શાલિગ્રામ પધરાવેલા. ત્‍યાર પછી ગુણાતીતાનંદ સ્‍વામીએ અનુમાનજી તથા ગણપતીજીની મૂર્તિઓ પધરાવી.

(૧૩)     જામનગરમાં કડિયાવાડ વિસ્‍તારમાં હરિમંદિર કરાવી ચિત્રપ્રતિમાં પધરાવી.

(૧૪)     ઓઢાના સમઢિયાળામાં હરિમંદિર કરાવી મૂર્તિ પધરાવી.

          ઉપરોકત હરિમંદિરો સિવાય અન્‍ય ગામડાઓમાં સંતમંડળોએ જે જે હરિમંદિરો કરેલા તે મંદિરો કરવામાં સ્‍વામીશ્રીએ સર્વપ્રકારે સહાય કરેલી અને તે મંદિરોમાં સ્‍વામીશ્રી પધારેલા એવી નોંધ વાંચવા મળે છે.

          સ.ગુ. ગોપાળાનંદ સ્‍વામીની સેવા, સમાગમ અને સ્‍વામીની અનુજ્ઞાનમાં રહેનાર અનેક મુમુક્ષુઓ ગોપાળાનંદ સ્‍વામીની કૃપાથી બ્રહ્મસ્થિતિને પામ્‍યા છે. એ જ રીતે ગુણાતીતાનંદ સ્‍વામીના સેવા, સમાગમ અને સ્‍વામીના ઉપદેશ મુજબ જીવન જીવનાર અનેક મુમુક્ષુઓ ગુણાતીતાનંદ સ્‍વામીની કૃપાથી બ્રહ્મસ્થિતિને પામેલા છે. તે પૈકીનાં કેટલાક નામો આ મુજબ છે. મુકતાનંદ સ્‍વામીના શિષ્‍ય સ્‍વામી રામદાસજસ, સ્‍વામી યોગેશ્ર્વરદાસજી, સ્‍વામી ધર્મસ્‍વરુપદાસજી, સ્‍વામી અક્ષરસ્‍વરુપદાસજી, સ્‍વામી ભગવાનદાસજી, સ્‍વામી બાલમુકુંદદાસજી, સ્‍વામી ઘનશ્‍યામદાસજી (નાજા જોગીયા), સ્‍વામી મુકુંદચરણદાસજી, કેશવભગત વગેરે ત્‍યાગી સંત-પાર્ષદો તથા ગૃહસ્‍થ સત્‍સંગીઓમાં ઉપલેટાના લાલાભાઇ પટેલ, વંથલી (સોરઠ)ના કલ્‍યાણભાઇ, ગણોદના દરબારશ્રી અભયસિંહજી. આ સર્વે મુમુક્ષુઓ સ્‍વામીશ્રીના સેવા-સમાગમથી બ્રહ્મસ્થિતિને પામેલા.

વધુ વાંચો