|
લાલજીભાઇએ મનમાં નિશ્ર્ચય કરેલ કે આ રામાનંદ સ્વામી
ઇશ્ર્વરનો અવતાર છે અને સ્વામીશ્રીની સેવા કરવાથી આપણો
મોક્ષ જરુર થાય. એમ નિશ્ર્ચય કરીને લાલજીભાઇએ સ્વામીને
પ્રાર્થના કરી કે,
“સ્વામી
મને સાધુ દીક્ષા આપીને તમારસ સેવામાં રાખો.”
સ્વામીએ કહ્યું કે,
“લાલજીભાઇ
! તમારો વિચાર શુભ છે પરંતુ અત્યારે તો તમે ઘરે રહીને
સત્સંગની સેવા કરો. યોગ્ય સમય આવ્યે હું તમને સાધુ
દીક્ષા આપીશે.”
સ્વામીશ્રીની આજ્ઞા શિરોમાન્ય ગણીને લાલજીભાઇ ઘેર રહીને
સત્સંગની સેવા કરતા સમય સમય પ્રમાણે રામાનંદ સ્વામીના
દર્શન જતા તેમજ સ્વામીશ્રી અને સંતોને પોતાને ઘેર પધરાવી
સેવા સમાગમનો લાભ લેતા.
નીલકંઠવર્ણી વન વિચરણ કરતા કરતા લોએજ ગામ આવ્યા
ને રામાનંદ સ્વામીના આશ્રમમાં રહીને અનેક વિધ ઐશ્ર્વર્ય
ચમત્કાર બતાવ્યા. તે જોઇને મુમુક્ષુ લોકો નીલકંઠવર્ણી
આદરભાવથી માનવા પૂજવા લાગ્યા. આ બધી માહીતી મયારામ ભટ્ટે
લાલજીભાઇને આપી વિશેષમાં કહ્યું કે,
“આ
નીલકંઠવર્ણીના દર્શન કરવા જવું એમ રામાનંદ સ્વામીએ
કહેવડાવેલ છે.”
તે સાંભળીને લાલજીભાઇએ વિચાર્યું કે,
“ગુરુ
કરતા શિષ્ય પ્રત્યે વધારે પૂજયભાવ દર્શાવવો એ તો ગુરુના
અનાદર સમાન છે. માટે આ બાબતમાં મારે રામાનંદ સ્વામીને જાણ
કરવી જોઇએ.”
આમ વિચારીને લાલજીભાઇ રામાનંદ સ્વામીને મળવા શેખપાટ થી
ભૂજ ગયા. ત્યાં આવીને સ્વામીના દર્શન કર્યાં.
સ્વામીશ્રીએ તેને આદરથી બોલાવીને પાસે બેસાર્યા.
ત્યારબાદ કુશળ સમાચાર પૂછીને કહ્યું કે,
“લાલજીભાઇ
! નીલકંટવર્ણીના દર્શન કરવા તમે લોએજ ગયા નહી ? ભટ્ટજીએ
તમને સમાચાર નથી આપ્યા?”
ત્યારે લાલજીભાઇએ કહ્યું કે,
“સ્વામી
! ભટ્ટજીએ તો સમાચાર આપેલા પરંતુ આપના દર્શન માત્રથી જ
સર્વ અવતારો તથા અનેક ઋષિ મુનિઓ અને સંતોના દર્શનનું ફળ
મળે છે ને વળી, આપનાથી મહાન કોણ છે ? માટે હું તો આપના
દર્શન કરવા અહી આવ્યો છું.”
સ્વામીએ કહ્યું કે
“લાલજીભાઇ
! આ વાત અત્યારે તમને નહી સમજાય. સમય આવ્યે જરુર મનાશે.”
થોડા સમય બાદ રામાનંદ સ્વામી સ્વધામ ગયા.
ત્યારબાદ લાલજીભાઇએ રામાનંદ સ્વામીની આજ્ઞાનુસાર સહજાનંદ
સ્વામીને પરમગુરુ માનીને તેની આજ્ઞામુજબ જીવન જીવીને
સહજાનંદ સ્વામીના કૃપાપાત્ર બનેલા. લાલજીભાઇના આગ્રહથી
સંવત ૧૮૬૦ની સાલમાં શ્રીહરિ શેખપાટ પધારેલા અને ત્યાં
વસંતપંચમીનો ઉત્સવ કરેલો. તે સમયમાં શ્રી હરિ,
બ્રહ્મચારીઓ, સંતો, પાર્ષદો, સંત્સંગીઓ વગેરેની સેવા
કરીને લાલજીભાઇ સર્વના કૃપાપાત્ર બનેલા ત્યારબાદ તે જ
સાલમાં મહામાસમાં કચ્છના અધોઇ ગામમાં શ્રીહરિએ લાલજીભાઇને
સાધુ દીક્ષા આપીને
“નીષ્કુળાનંદ”
નામ આપ્યુ. ત્યારથી લાલજીભાઇ સંપ્રદાયમાં નિષ્કુળાનંદ
સ્વામી નામથી પ્રસિદ્ધ થયા.
ગઢપુર મંદિરમાં ગોપીનાથની દેવ પધરાવી શ્રીહરિએ
ગઢપુરની મહંતાઇ નિષ્કુળાનંદ સ્વામીને આપવાનું નકકી
કર્યું. તે વાતની સ્વામીશ્રીને ખબર પડતા તેઓ સવારે વહેલા
ઉઠી ગઢાળી ચાલ્યા ગયા. બાદમાં શ્રીહરિને ખબર પડતા
શ્રીહરિએ સ્વામીશ્રીના નિસ્પૃહીપણાના વખાણ કર્યા અને
સ્વામીશ્રીને પાછા ગઢપુર તેડાવ્યા ત્યારે સ્વામી પાછા
આવયા પણ સ્વામીશ્રીએ મહંતતાઇન લીધી એવા તેઓ નિસ્પૃહી
હતા.
નિઃસ્પૃહી જીવન જીવનાર નિષ્કુળાનંદ સ્વામીએ
પોતાના જીવનમાં નિઃસ્વાદી વર્તમાન પણ એટલું જ દ્દઢપણે
રાખેલું. એક વખત સ્વામીશ્રી સત્સંગ પ્રચારાર્થે ચાર માસ
વડોદરા રોકાયેલા. તે વખતે ત્યાના પ્રેમીહરિભકતો તે
દરમ્યાન ભાવથી સંતોને જુદી-જુદી રસોઇઓ આપીને જમાડતા. આ
મેવા-મિષ્ટાન્નથી સ્વામીશ્રી એકમાસમાં જ અકળાઇ ગયા ને
તુરત તેઓ વડોદરા છોડીને ચાલી નીકળ્યા એવા તેઓ નિઃસ્વાદી
હતા.
|