|
શ્રીહરિની આજ્ઞાથી અખંડાનંદ સ્વામીએ તે રીતે
કાર્ય કર્યું અને તેમાં સફળથયા અને બધી જ વસ્તુઓ તે અતીત
પાસેથી લઇ ને વસ્તુઓ મહારાજની સમક્ષ સ્વામીશ્રીએ
દરબારશ્રીને આપી. સ્વામીશ્રીની આ કાર્ય સિદ્ધિથી
દરબારશ્રી એભલખાચરને સ્વામીશ્રી પ્રત્યેનો પૂજયભાવ
વૃદ્ધિ પામ્યો.
સત્સંગ પ્રચારાર્થે સ્વામીશ્રી એક વખત ઉજ્જૈન
ગયેલા. ત્યાં તેમણે સત્સંગ પ્રચાર કર્યો. તે ગામના
કેસરીસિંહ નામના વણિક મુમુક્ષુએ સ્વામીશ્રીની સેવા સમાગમ
કરીને સ્વામીને પ્રસન્ન કર્યા. તેણે સ્વામીશ્રીને
પ્રાર્થના કરી કે
“મારે
તીર્થંકરોના દર્શન કરવા છે.”
તેની ઇચ્છા પૂર્ણ કરવા સ્વામીશ્રીએ તેને સમાધિ કરાવીને
તીર્થંકરોના દર્શન કરાવ્યા. ઇષ્ટદેવના દર્શનથી આનંદીત
તેણે સ્વામીશ્રીને પૂછયું કે
“જાગૃત
અવસ્થામાં પણ તીર્થંકરોના પ્રત્યક્ષ દર્શન કરી શકાય ?”
સ્વામીએ કહ્યું કે,
“હા
! કરી શકાય. અમારા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં
રહે છેત્યા તમે જાઓ. તમોને તે જાગૃત અવસ્થામાં
પ્રત્યક્ષ તીર્થકરોના દર્શન કરાવશે.”
થોડા વર્ષો પછી તે શેઠ તીર્થયાત્રા કરતા કરતા
ગઢપુર આવ્યા ને શ્રીહરિ અને સંતોના દર્શન કર્યાં. તેણે
શ્રીહરિને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કેઘ
“તમારા
સંત અખંડાનંદજીના કહેવાથી તીર્થકરોના પ્રત્યક્ષ દર્શન
કરવા આપની પાસે આવ્યો છું. તેઓ મારા ગુરુ છે. પ્રથમ મારે
તેઓના દર્શન કરવા છે.”
શ્રીહરિએ તે શેઠને કહ્યું કે
“થોડા
જ સમય પહેલા અખંડાનંદ સ્વામી અક્ષરવાસી થયા છે છતાં પણ
સ્વામી દિવ્ય દેહે આ સંત સભામાં પધારે છે. તમે
દિવ્યભાવથી આ સત્સંગસભાના દર્શન કરો એટલે તમને સ્વામીના
દર્શન થશે.”
શ્રીહરિના કહેવા મુજબ તે શેઠે અલૌકિક ભાવથી સતસંગસભાના
દર્શન કરતા હતા તે સમયે મુકતાનંદ સ્વામી અને બ્રહ્માનંદ
સ્વામીની વચ્ચે બેઠેલા અખંડાનંદ સ્વામીના દર્શન તેમને
થયા. ગુરુના દર્શનથી હર્ષ પામેલા તે શેઠે સ્વામીને પ્રણામ
કર્યા. પછી સ્વામી પાસે જઇ ઊભા એટલે અખંડાનંદ સ્વામી તે
શેઠને શ્રીહરિ પાસે લઇ ગયા અને શેઠનો હાથ શ્રીહરિને
સોંપીને સ્વામીશ્રી અદ્દશ્ય થયા. આ ચમત્કાર જોઇ સભાજનો
અને શેઠ આશ્ર્ચર્ય પામ્યા. શ્રીહરિના આદેશથી તે શેઠ
કેટલાક દિવસ ગઢપુર રોકાયા અને શ્રીહરિને જાગૃત અવસ્થામાં
જ પ્રત્યક્ષ સ્વરુપે તીર્થંકારોના તેને દર્શન કરાવ્યા.
શ્રીહરિ અને સંતોના ઐશ્ર્વર્ય પ્રભાવો, નિત્યનિયમો
વગેરેથી પરિચિત થયેલ તે શેઠ સત્સંગના નિયમો સ્વીકારી
શ્રીહરિના અનન્ય આશ્રિત થયા.
એક સમયે ગઢપુરના મોટીબા (જીવુબા) રથમાં બેસીને
કારિયાણીથી ગઢપુર જતા હતા. રથમા બેઠેલા તેમણે દૂરથી સંતોને
જોયા અને વિચાર્યુ કે આ સમમાં નદી કાંઠે વૃક્ષની છાયામાં
સંતો આરામ કરે છે. તેઓને કોઇ સાધન-સગવડની જરુર હોય તો
પૂછાવીએ. આમ વિચારીને રથ ઊભો રખાવીને માણસ મોકલીને સંતોની
માહિતી મેળવી અને જાણ્યું કે અખંડાનંદ સ્વામીને
સંગ્રણીનું દરદ છે. વળી, તેમને ગઢપુર જવું છે અને સાથેના
સંતો પણ મૂઝાયા છે. રથમાં બેઠેલા જીવુંબા અને બીજા બહેનો
તરત જ નીચે ઉતરી ગયા અને સંતોને સમાચાર મોકલ્યા કે
“આ
રથમાં બેસીને તમે ગઢપુર જાઓ. અમે ચાલીને ગઢપુર પહોંચી
જઇશું.”
રથમાં રેશમી રજાઇ વગેરે કિંમતી પાથરણા હતા. આગ્રહ કરીને તે
પાથરણા ઉપર સ્વામીને સૂવડાવ્યા અને રથને ગઢપુર રવાના
કર્યો અને પોતે ચાલીને ગઢપુર આવ્યા સ્વામીશ્રીના રોગને
કારણે કિંમતી પાથરણા મલિન અને દુંર્ગંધયુકત થયા. બહેનોને
તેને સાફ કરીને સૂકવ્યા. તેને જોઇને શ્રીહરિએ તેની વિગ
જાણી સંતો પ્રત્યેની બહેનોની સેવા ભાવનાથી શ્રીહરિ અને
અખંડાનંદ સ્વામી તેઓની ઉપર ખૂબ પ્રસનન થયા.
એ જ રીતે દરબાર શ્રી એભલ ખાચર પણ સ્વામીશ્રીને
માટે દવા, શાકભાજી, ગરમ જળ, ભાવતા ભોજન વગેરે સગવડતા પૂરી
પાઠીને સ્વામીની સેવા કરી. સ્વામી નીરોગી થયા અને
દરબારશ્રી પ્રત્યે સ્વામી પ્રસન્ન થયા. |