|
દેવીદાનની પ્રાર્થના સાંભળીને શ્રીહરિએ તેને
કહ્યું કે, “દેવીદાન
! તમે તો અમારા સેવક જ છો અને તમને શિવજીએ દર્શન આપીને
વરદાન આપેલ છે તે હું જાણું છું.”
એમ કહીને શ્રીહરિએ દેવીદાનને પોતાની સાથે લીધા.
વિ.સ. ૧૮૬પની સાલમાં શ્રીહરિ સાથે દેવીદાન ગઢપુર
આવ્યા. વિ.સ.. ૧૮૬૬ની સાલમાં ગઢપુરમાં શ્રીહરિએ
સાધુનીદીક્ષા આપીને અભેદાનંદ નામ રાખ્યું પરંતુ કીર્તનોની
રચનામાં એ નામ પ્રતિકૂળ થવાથી શ્રીહરિએ સ્વામીશ્રીને
દેવાનંદનામ આણ્યુ. ત્યારથી તેઓ સંપ્રદાયમાં દેવાનંદ
સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા.
શ્રીહરિની આજ્ઞાથી સંવત ૧૮૬પ થી ૧૮૮૮ એમ ૨૩ વર્ષ
સુધી દેવાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી સાથે રહ્યાં.
સ્વામીશ્રીની ઇચ્છા અને આજ્ઞા મુજબ સ્વામીશ્રીની સેવા
કરીને દેવાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના કૃપાપાત્ર
બન્યા આને બ્રહ્માનંદ સ્વામી પાસે પાસે જ
કાવ્યશાસ્ત્રોનો અભ્યાસ કરીને ઉત્તમ કોટિના કવિ બન્યા.
હ્રદયના વિશુદ્ધ સ્નેહથી માતા બાળકનો ઉછેર કરે
છે એ જ રીતે હ્રદયના વિશુદ્ધ સ્નેહથી દેવાનંદ સ્વામીનો
બ્રહ્માનંદ સ્વામીએ ઉછેર કર્યો. તેના મહત્વના પાસાઓ આ
મુજબ છે.
૧. છ વર્ષની નાની વયમાં જ સાધુ થયેલા દેવાનંદ
સ્વામીને સત્યપુરુષોના શુભ સંસ્કારોનું સિંચન કરીને
મહાપુરુષને યોગ્ય એવી બ્રહ્મસ્થિતિ સિદ્ધ કરાવી.
૨. ગુજરાતી, ચારણી, વ્રજ વગેરે વિવિધ ભાષાઓના વિવિધ
કાવ્યશાસ્ત્રોનો અભ્યાસ કરાવીને
“શ્રેષ્ઠ
કવિરાજ”ની
પદવી પ્રાપ્ત કરાવી.
૩. સંગીત વિદ્યાનો વિશિષ્ટ અભ્યાસ કરાવીને ઉત્તમ
સંગીતકારરુપે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી.
આ રીતે બ્રહ્માનંદ સ્વામીએ દેવાનંદ સ્વામીના
જીવનને ત્રિવિધ વિશિષ્ટ ગુણોથી વિકસાવ્યું. સ.ગુ.
ગોપાળાનંદ સ્વામીએ પણ પોતાના વાર્તાગ્રંથમાં સાચું જ
કહ્યું છે કે, “સંતની
સેવા, સમાગમ અને કૃપાથી સંતના સદગુણો પ્રાપ્ત થાય છે ને
બ્રહ્મસ્થિતિ સિદ્ધિ થાય છે. સંતના ચિરકાળ નિવાસથી અને
ચિરકારના સંબંધથી પૃથવી, પહાડ, સરોવર, નદીઓ વગેરે
તીર્થસ્વરુપ બને છે. દેવપ્રતિમાના ઐશ્ર્વર્યો તથા
સતશાસ્ત્રોની રચના સંતપુરુષના સંબંધથી જ વૃદ્ધિ પામે છે.
આ રીતે સંત ત્રિવિધ કામ કરે છે.”
દેવાનંદ સ્વામીનું સિતારવાદન વિશિષ્ટ હતું.
પોતાની અંતિમ અવસ્થામાં બ્રહ્માનંદ સ્વામીએ દેવાનંદ
સ્વામીને આજ્ઞા કરી કે,
“આજથી
તમને હું આ સિતાર સોંપુ છું. તમારે હરિકૃષ્ણ મહારાજની
મૂર્તિ આગળ બેસીને સિતાર બજાડીને હરિકૃષ્ણ મહારાજને
નિત્ય ચાર પદો સંભળાવવા.”
સ્વામીશ્રીએ આપેલ આ નિયમનું પાલન દેવાનંદ સ્વામીએ આજીવન
કરેલું.
બ્રહ્માનંદ સ્વામી અક્ષરવાસી થયા પછીથી મૂળી
મંદિરના મહંત પદે દેવાનંદ સ્વામીની નિયુકિત થઇ. મૂળી
મંદિરના મંહત પદે ૨૨ વર્ષ રહીને સ્વામીશ્રીએ મૂળી મંદિરની
વિશિષ્ટ સેવા કરી છે.
સ.ગુ. દેવાનંદ સ્વામી સવંત ૧૯૧૦ના શ્રાવણ વદ ૧૦
ના દિવસે મૂળી મંદિરમાં પંચભૌતિક દેહનો ત્યાગ કરીને
અક્ષરવાસી થયા. કવીશ્ર્વર દલપતરામના કાવ્યગુરુશ્રી
દેવાનંદ સ્વામીનું દિવ્ય જીવનચરિત્ર
“દેવાનંદ
કાવ્ય”માં
વિસ્તૃત વિગતથી પ્રકાશીત થયું છે. |